પારદર્શક રાજા કુશળ રાજનીતજ્ઞ અઢારસો પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન મળવો જોઈએ: પ.પૂ.આત્માનંદજી સરસ્વતી
બોટાદ ગુરુકુળ ખાતે ચાલતા શ્રીમદ્દ ભાગવત કથામૃત તેમજ વિશ્વહિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં સાધુ સંતોની ઉપસ્થિતમાં બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત અને રાષ્ટ્રપ્રેમી સંત પ.પૂ.આત્માનંદજી સરસ્વતી દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં સમર્થન આપ્યુઅને વહેલી તકે ભારત રત્નથી સન્માનિત કરવા સાધુસંતો વતી સરકારને ટકોર કરી હતી
અને ગોહિલવાડની જનતાના રજે રજમાં કૃષ્ણકુમારસિંહજી કૃષ્ણ તરીકે રમી રહ્યા છે. એવા પારદર્શક રાજા, કુશળ રાજનીતજ્ઞ, અઢારસો પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન મળવો જોઈએ તેવી લાગણી દર્શાવી હતી. વધુમાં તેમને જણાવ્યું કે ભાવનગર એરપોર્ટનું નામાંભિધાન પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી કરવામાં આવે એવું પણ ખાસ સૂચવ્યુ હતું.
આ મિશન ભારત રત્ન અભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલીયા દ્વારા છેલ્લા અઢી વર્ષથી અવિરત રીતે અભિયાન ચલાવી ગુજરાતના સાધુ સંતો,વરિષ્ઠ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, રાજકીય લોકોના સમર્થન દ્વારા એક બુલંદ અવાજ સરકાર સુધી પહોંચાડી સકારાત્મક રજુઆત કરી રહ્યા છે.
આજરોજ તેમની સાથે વિજયભાઈ ખાચર, ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અર્જુનભાઇ રાજ્યગુરુ, બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાંધલ, રસિકભાઈ કણઝરીયા,ગૌસેવક ચંદ્રકાન્તભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ મુકેશભાઈ, ગોપાલભાઈ ગેડિયા વગેરે જોડાયા હતા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા પ.પૂ.આત્માનંદજી સરસ્વતીને અર્પણ કરી હતી.