અલંગમાં હાઇવેના કામ દરમિયાન ડમમ્પર માં રહેલ કપસી ઢોળાઇ જતા નીચે દબાઈ જવાના કારણે એક નિર્દોશે જીવ ગુમાવ્યો, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી.
અલંગમાં હાઇવેના કામ દરમિયાન ડમમ્પર માં રહેલ કપસી ઢોળાઇ જતા નીચે દબાઈ જવાના કારણે એક નિર્દોશે જીવ ગુમાવ્યો, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી.
બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામ થી અલંગ રોડની કામ ચાલી રહ્યું છે, આ રોડનું કામ નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ રહ્યું છે.
જે દરમિયાન રોડના કામમાં કપસી ભરેલ ડમ્પર પાછળ લેવરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ડમ્પર ખોડેલા રોડમાં બેસી જતા કપસી ભરેલ ડમ્પર પાછળ ગાડી લેવડાવવા ઉભેલા પૃથ્વીરાજસિંહ કિરીટસિંહ ગોહિલ ગામ તણસા ઉંમર અંદાજે 45 ઉપર કપસી ઢોળાઈ જતા તેઓ કપસી નીચે દબાઈ જતા તેઓને તાત્કાલિક ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તળાજા ની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા,
અહીં ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કરતા શોક સવાઈ ગયો હતો. ત્યારે હાઇવેના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.