Bhavnagar

સાક્ષાત બિરાજમાન છે માં મોગલ આ ગામમાં, માં મોગલ ના પરચા જોઈને તમે પણ…….

Spread the love

આપણા દેશની ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે. અને આપણા દેશની ધરતી ઉપર અનેક દેવી દેવતાઓએ વાસ કર્યો છે ,તેમજ લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે દેવી-દેવતાઓને માનતા હોય છે. અને તેના મંદિરે જઈને તેમના આશીર્વાદ લેતા હોય છે, ફક્ત પણ પોતાની આસ્થા અને વિશ્વાસ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે. એવામાં આજે આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે આ ધોર કળિયુગમાં પણ,

માં મોગલ ના પરચા પણ અપરંપાર રહ્યા છે. તેમજ માં મોગલના દર્શન કરવા માત્રથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, માં મોગલ પણ કોઈ વ્યક્તિને દુઃખી જોઈ શકતા નથી. તેવામાં આજે આપણે ગુજરાતના એક ગામ માં માં મોગલ એ સપનામાં નહીં પરંતુ સાક્ષાત દર્શન આપ્યા હતા. તો ચાલો જાણીએ તે ગામ વિશે., ખરેખર રાજકોટ જિલ્લાની અંદર આવેલા ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા ગામ ની અંદર, જ્યાં માં મોગલ એ સાક્ષાત પરચો બતાવ્યો છે.

જેનું નામ આંબાવાડી માં મોગલ છે આ ગામની અંદર આંબાના ઝાડ પણ છે, તેવું જાણવા મળી રહ્યું છે. માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, આ ગામની અંદર એવા ઘણા લોકો હતા કે, તેઓ જીવનમાં ક્યારેય માં મોગલ ને માનતા નહોતા, પરંતુ આ ગામના બધા જ લોકો એ માં મોગલ નો પરચો જોતા ની સાથે જ, માં મોગલ ને માનવા લાગ્યા હતા, માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. અને તે પોતાના ભક્તોની ઉપર ક્યારે પણ આંચ આવવા દેતા નથી.

એવામાં આપ સૌ કોઈ લોકોને માં મોગલ નું ગીત સાંભળ્યું હશે કે જે, સાગરદાન ગઢવી નામના કલાકાર એ ગાયું છે. એ ગીત જેનું નામ “જેદી મોઢા ફેરવે માનવી” અત્યારે ખૂબ જ વધારે પ્રખ્યાત બન્યું છે અને એવામાં આ ગીત પ્રખ્યાત બનતા સાથે જ પ્રખ્યાત કલાકાર એવા સાગરદાન ગઢવી ને, માં મોગલ નો થાપો માર્યો હતો, સાથે જ હાથમાં જાતે જ કંકુ ફરવા લાગ્યું હતું. ત્યારે સૌ કોઈ લોકોએ મા મોગલ નો ચમત્કાર જ નહીં, પરંતુ માં મોગલ એ પરચો બતાવ્યો હોય તેવું માનવા લાગ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, માં મોગલ ની મૂર્તિ ભારે ભજન વાળા હોવાને કારણે કોઈ લોકો ઉપાડી શકતા નહોતા, એવામાં નાની વયના આહીર યુવતીએ માત્ર જય માં મોગલ બોલીને આ મૂર્તિને ઊંચકી અને તેના સહેલાઈથી મૂર્તિ ને ઉપાડી લીધી હતી, તેમજ નાની વઇ ની મહિલાનું નામ વર્ષાબેન હતું. એવામાં કહીએ તો આ વર્ષાબેન ની અંદર માં મોગલ હાજરાહજૂર છે. એવું સૌ કોઈ લોકો માની રહ્યા છે.

જે ગામના લોકો મા મોગલ ને માનતા નહોતા. તે જ ગામની અંદર માં મોગલ નું મંદિર બનાવવામાં આવ્યું છે. મા મોગલ નો મહિમા પણ અપરંપાર છે, તેમજ તેમના દર્શન માત્રથી તેમના ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે. તેમજ ભક્તો પણ માં મોગલ ને એટલા જ માને છે. માં મોગલ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે, તેને કોઈપણ પ્રકારના દાન અથવા તો પેટની જરૂર નથી, આજ દિન સુધી માં મોગલ ઘણા લોકોને પોતાના પરચા બતાવ્યા છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *