સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ની હાજરીમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો.
આજરોજ બપોર બાદ ભાવનગર ખાતે પધારેલ રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારનાં સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું કે,જનતા જનાર્દન વચ્ચે જન પ્રતિનિધિ તરીકે સ્નેહમિલન કાર્યક્રમ થકી આવવા માટેનો એક અનેરો અવસર બનતો રહે છે.દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય પ્રગતિનાં શિખરો સર કરી રહ્યું છે.જનતા જનાર્દનનાં આશીર્વાદ અને સહકારથી આગળ પણ આપણી આ વિકાસની ગતિ જળવાઈ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ભાવનગર જિલ્લાનાં પ્રભારી મંત્રી તરીકે ભાવનગરનાં વેપારીઓ, પ્રતિષ્ઠિત લોકો અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને નૂતન વર્ષે મળવાનો મોકો આવાં સ્નેહમિલન સમારોહથી મળે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ભાવનગર શહેરનાં ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ,ધારાસભ્ય સર્વેશ્રી જીતુભાઇ વાઘાણી,શ્રીમતી સેજલબેન પંડ્યા,સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા,ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ સહિત જિલ્લાનાં વરિષ્ઠ પદાધિકારીઓ,સંતો-મહંતો તેમજ ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.