ઉત્તર ગુજરાતના કલાકાર એવા મિનુ બારોટે આટલી મહેનત પછી કરી છે ઓળખ ઉભી..જુવો સુંદર તસ્વીર
નુ બારોટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દયા બેન ની જુનિયર દયા તરીકે ઓળખાય છે 21મી સદી એટલે ટેક્નોલોજીથી બદલાવ તરફ જવાની સદી અને આવા સમયમાં કુરિવાજો અંધશ્રદ્ધાઓ આ બધાથી છુટકારો મેળવાની એક ઉતમ તક…છતાય ક્યાક ને ક્યાક સ્ત્રીભૂણ હત્યા,મહિલાઓનું શોષણ,સમાજમાં અવારનવાર થતું હોય છે.
તોયઆવા કપરા સમયમાં અનેક સંકટો વિકટ પરિસ્થિતી વચ્ચે મહિલાઓ માટેનું એક ઉતમ ઉદાહરણ એટલે ગુજરાતના કલોકના મિમિકી આર્ટિસ્ટ તથા એકર મીનુંબેન બારોટ….
નાનપણથી જ મમ્મીનો ઘણો સહકાર મળ્યો. ક્યારેક ક્યારેક તો મીનુંબેનની જાણ બહાર એમના મમ્મી સ્પદ્ધા માં નામ લખાવી દેતા.નાનપણ થી જ ભજનો વગેરે સાંભળવાનો ઘણો શોખ હતો ..
કોઈપણ જગ્યાએ સ્પદ્ધાઓમા બધાની વચ્ચે ગાવા માં,બોલવામાં શરમ અને સંકોચ દૂર થઈ ગયેલ શાળાની સાથે સાથે આજુબાજુ માં પણ જ્યારે પણ કઈ ભજન ગરબા,સ્વાદયાય હોય ત્યારે મીનુંબેનને ચોક્કસથી આમંત્રણ મળતુ, ક્યારેક સામાની અનુકુળતા ન હોય, અને મીનુંબેન આવા પ્રકારના કાર્યકમોમાં ના જાઈ સકે, તો ત્યાં તેમની ઉણપ વર્તાતી.
જેથી બધા એમને ઘરે આવીને લઈ જવા માટે ના પ્રયશો કરતાં.આ બધાની વચ્ચે મીનુંબેનને ઘરકામ ભણતર અને પોતાની કળા, આબધાય ને કઈ રીતે યોગ્ય સમય આપવો એ બરોબર શીખી લીધું હતું.
ભણતર પૂરું થયા બાદ લેબ ટેકનેશીયન તરીકે નોકરી ચાલુ કરી, હવે મીનુંબેનને માથે લોકોના લોહી ને પણ ઓળખવાની જવાબદારી હતી, આ બધી જવાબદારી ઓ વચ્ચે ,તેમના લગ્ન થયા.
લગ્નજીવન સાથે સાથે ઘરકામ ટેકનીસિયન ની જોબ આ બધા વચ્ચે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ટીવી પર તારક મેહતા કા ઉલ્ટા ચશમાં,ભાભીજી ઘર પર હે, ડોરેમોન વગેરે મૂવીસ & સીરીયલ જોતાંજોતાં અને નાનપણની આદત મુજબ મિમિકી કરતાં..
ધીમે ધીમે પોતાની કળાની ઓળખ થઈ અને વધારે રસપ્રદ લાગ્યું પણ આ બધુ જ ઘર ની ચાર દીવાલ વચ્ચે હતું. એમના પરિવારે એમની બધી આ કળાને અને એમના સપનાઓને પારખી લીધા હતા….
મીનુંબેન ની આ ધગસ જોઈને એમના પરિવારજનોએ એમની આ કળાને લોકો સુધી પહોચડવા માટે સલાહ આપી . બધા ના સાથ અને સહયોગથી ધીમે ધીમે નાના નાના સ્ટેજ પ્રોગ્રામ થી માંડીને
મોટા કાર્યક્રમો સુધી પેરફોમન્સ કરવા લાગ્યા. અને સમગ્ર ગુજરાતભરમાં (જુનીઅર દયા બેન ) નાં નામથી જાણીતા થયા જુનીઔર દયાના નાં નામેથી ફેમસ થયેલા મીનુંબેન અલગ અલગ પ્રકારના કલાકારોની કાર્ટૂનની મિમિકી કરે છે, જેમકે ડોરેમોન, સીનચેન,નોબિતા,છોટા ભીમ, દિપીકા પાદુકોણ,કંગના રાણાવત,લતા મંગેશકર,આશા ભોસલે,અંગુરી ભાભી….
લોકચાહનાં અને બધાના આશીર્વાદ થી થોડા સમય પહેલાજ તેઓએ તારક મેહતા કા ઉલ્ટા ચશમાં સિરિયલમાં દયાભાભી નાં રોલ માટે એપ્લાઈ કર્યું છે હમણાં જ તાજેતર માં જ એનપી ફિલ્મ પ્રોડ્યૂકશન દ્વારા સન્માન સમોરોહ નું આયોજન કરાયું હતું . એમાં મીનુ બેન બારોટ ને સન્માનીત કરાયા . ત્યારબાદ પેન પ્રજાપતિ એન્ટર પ્રેનુર નેટવર્ક દ્વારા અતિ થી અતિ ભવ્ય સન્માન સમારોહ નું આયોજન થયું હતું . જેમાં પણ મીનુબેન બારોટ ને સન્માનિત કરવામાં આવ્યા અને ફેન દ્વારા ખુબ જ સાથ અને સહકાર મળ્યો.
અને કોરોના કાળ માં પણ જરૂરિયાત મંદ લોકો ને,ગરીબો ને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી પણ આપી ને પોતાનું યોગ્ય યોગદાન આપતા રહે છે અને હર હંમેશ કોઈ પણ લોકો ને કોઈ પણ જાત ની જરૂરિયાત હોય તોહ પેહલો ફોને મીનુબેન પર જ આવે. સાથે સાથે ધર્મ અને કર્મ માં પણ એટલા જ આગળ અને હોશિયાર છે કોરોના કાળ માં એફબી અને ઇન્સ્ટ્રાગ્રામ માં લાઈવ થઇ ને ચાહકો નું મનોરંજન ની સેવા પુરી પાડતા હતા.સાથે સાથે સામુહિક લગ્ન હોય,ધાર્મિક પ્રસંગ હોય સામાજિક કોઈ પણ કાર્યક્ષેત્ર હોય,બ્લડ ડોનેશન કેમ્પ હોય,સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જવાનું હોય તો મીનુબેન ની અચૂક નોંધ લેવાય જ.
તોઆ હતાં મીનુંબેન બારોટ જેમનો ગુજરાતનાં તથા ગુજરાત બહારનાં અનેક નામાંકિત કલાકારો સાથે કામ કર્યું છે અને ઘણા એવાર્ડ પણ મળ્યા છે. મહિલાશક્તિ નું આ ઉતમ ઉદાહરણ એવાં મીનુંબેનને ઘણી બધી શુભકામના