સોસીયા ગામે ખેત મજુર બહેનો ને મળેલી ધમકી બાદ સોસીયા ગામે રુબરુ મુલાકાત કરી અને
સોસીયા ગામે ખેત મજુર બહેનો ને મળેલી ધમકી બાદ સોસીયા ગામે રુબરુ મુલાકાત કરી અને મીટીંગ લેતા કલ હમારા યુવા સંગઠન, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન અને વ્યવસ્થા પરિવર્તન અધિકારોના જન આંદોલન આગેવાનો અને કાર્યકરતાઓ
સોસીયા ગામે મજુરી કામ કરતા બહેનો ને સોસીયા ગામના માથાભારે તત્વો દ્વારા ધમકી મળતા બહેનોનું ટોળું અલંગ મરીન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે કલ હમારા યુવા સંગઠન ના આગેવાનો અને કાર્યકરતાઓ એ હાજર રહી માથાભારે તત્વો સામે ફરીયાદ દાખલ કરાવી હતી ત્યાર બાદ તા 6/8/22 ના રોજ સોસીયા ગામે રુબરુ મુલાકાત કરી અને મીટીંગ કરી હતી જેમાં સામાજિક રીતે થતા અન્યાય અત્યાચાર અને શોષણ સામે કેવી રીતે ન્યાય મળે એ બાબતે કાનુની સમજણ આપવામાં આવી હતી સાથે પછાત વર્ગના બંધારણીય અધિકાર બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી
મીટિંગમાં સામાજિક શૈક્ષણિક રાજકીય અને આર્થિક રીતે થતા અન્યાય બાબતે માહીતગાર કરવામાં આવ્યા હતા તેમજ જ્યારે આવી સમસ્યાઓ આવે તો તેમનું નિરાકરણ લાવવા માટે સાશક સમાજના નિર્માણ માટે ભાર મૂક્યો હતો આપણા બહુમત વર્ગના મતોથી જે સરકાર બનાવીએ છીએ તેમનાં કરતાં આપણાં મતોથી ખુદ સરકાર બનીએ તેના માટે આવતાં સમયમાં જન જાગૃતિ અભિયાન દ્વારા વ્યવસ્થા પરિવર્તન અધિકારો ના જન આંદોલન ને ઘર ઘર સુધી પહોંચીએ
આ સોસીયા ગામે મળેલી મીટીંગમાં માનનીય ધરમશીભાઈ ધાપા, વલ્લભભાઈ બારૈયા, ડો મહેશભાઈ યાદવ, જેન્તીભાઇ બારૈયા, જીતુભાઈ ડોડીયા,મહેશભાઈ બારૈયા ચંદુભાઇ મકવાણા, સુરેશભાઈ વેગડ, સુરેશભાઈ ઝાલા, રાજુભાઈ મકવાણા, ભરતભાઈ ધાપા, ગોપાલ બારૈયા, મનસુખભાઈ વેગડ, ભરતભાઈ દિહોરા મહીલા આગેવાન ગીતાબેન, રેખાબેન અને તેમની મહીલા ટીમ અને સોસીયા ગામના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મીડિયા કન્વીનર મહેશભાઈ બારૈયા ની યાદી જણાવે છે.