BhavnagarBreakingEducationGujaratIndia

સોમનાથના તાલાલાનો બોરવાવ( ગીર) ગામનો ભાવેશ સાંખટ ભારત પરિભ્રમણ કરવાં સાયકલ યાત્રા પર નિકળ્યો.

Spread the love

ભાવેશ સાંખટ ૨ વર્ષ સુધી ભારત પરિભ્રમણ કરશે : ૧૨માં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરનાં નવ યુવાનોએ સ્વાગત કર્યું. વૃક્ષારોપણ,સ્વચ્છ અભિયાનની સાથે યુવા પેઢીને વ્યસન મુક્તિનો આપશે સંદેશ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતનની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમભાઈ સાંખટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યાં છે. ભાવેશ સાખંટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તા. ૨૯ ઓગસ્ટ ના રોજ પ્રસ્થાન કર્યું છે. આજે તેઓ તેમના પ્રસ્થાનના બારમાં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરના યુવાનોએ સ્વાગત કર્યું હતું.

ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, પવિત્ર સ્થળે કચરો ન નાખવો, યુવા પેઢીને વ્યસન મુક્તિ માટેના અને સંસ્કૃતિને ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ ૨ બે વર્ષ સુધી ભારતભરમાં વિવિધ જગ્યાઓએ પરિભ્રમણ કરશે.

આ તકે ભાવનગર આવી પહોંચેલા નવ યુવાનનું ભાવનગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મીરાકુંજ સ્ટાફનાં શ્રી બુધેશભાઈ જાંબુચા,શ્રી રાજુભાઈ, શ્રી અશોકભાઈ મકવાણા, શ્રીવિક્રમભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *