શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરાયા
ભાવનગર જિલ્લામાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
ભાવનગરના તા.૨૧/૦૭/૨૦૨૩ ના સવારના ૭ કલાકે જણાવ્યા મુજબ આપના તાલુકાનો શેત્રુંજી ડેમ ૯૦% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી ૩૨ ફૂટ ૯ ઇંચ છે અને પાણીની આવક ૨૯,૬૧૫ કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ નીચે જણાવેલ મુજબના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયેલ છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.