Entertainment

સોનિયા સાખલા એ મોડેલિંગ અને એક્ટિંગ માં ગુજરાત માં મેળવી નામના જુઓ ખાસ તસવીરો

Spread the love

સોનિયા સાખલા એ ગુજરાત માં મોડલિંગ અને એક્ટિંગ માં પ્રસીધ્ધી મેળવી છે.અમદાવાદ ગુજરાત માં જન્મેલી અને નાનપણ માં માતા પિતા અને વડીલો ના આશીર્વાદ થી ભણતર ની સાથે સાથે તેમ ને પોતાના માટે કઈક કરવાનું મન થયું તેમને પોતાના માં રહેલી ટેલેન્ટ થી અને કળા થી મોડલિંગ ચાલુ કર્યું અને ખુબ ઓછા સમય માં મોડલિંગ અને એક્ટીંગ માં રુચિ ધરાવનાર ગુજરાત માં ખુબ મોટી નામના મેરવી છે.

તેમણે પોતાનો માધ્યમિક‌ શિક્ષણ થી પૂરું કર્યું તેમના માતા ભાવનાબેન.મમ્મી ના સાથ સહકાર થી અને મોડલિંગ અને એક્ટિંગ માટે ધગશ અને લગન હોવાથી તેમને તેમના માં રહેલી ટેલેન્ટ અને કળા દ્વારા તેમના ચાહકો તેમજ તેમને ઘણા બધા શૂટિગ માટે ઓફર આવી રહી અને એ મારવાડી રાજપૂત સમાજ માંથી આવેછે જે સમાજ માંથી બહુ ઓછી દીકરી ઓ મોડેલિંગ તથા એક્ટીગ માં છે. તેમનું સપનું પણ પુરુ થયું આજે જયારે તે એક મોડલ તરીકે નામના મેળવી છે. સોનિયા સાખલા ને તેમની માતા‌ નો ખુબ મોટો સાથ સહકાર છે ,

સોનિયા સાખલા એ ઘણા બધા ફેશન શો પણ કર્યા છે કાવતરું ‌જેવી શોર્ટ ફિલ્મ્સ , સાતમ આઠમ ના દાડા જેવા 20+ ગુજરાતી સોંગ , હમ જેવા advertisement શૂટ , Photoshoot અને બીજા નામાંકિત કંપની સાથે અને ડિઝાઇનર , મેકઅપ આર્ટિસ્ટ સાથે કામ કરેલું છે gva એંડ gffa જેવા ‌awards પણ મલ્યા છે


સોનિયા સાખલા‌ ઘણી બધી બ્રાન્ડેડ કંપની ના શૂટ કરેલા છે, તેમને પોતાની ટેલેન્ટ અને કળા થી ઘણા બધા ચાહકોના ચહિતા બન્યા છે.


સોનિયા સાખલા ને મોડેલીંગ અને એક્ટિંગ સાથે સામજીક કાર્ય માં ખૂબ મોટી લોક પ્રિયતા મેળવી છે અને બધા ને મદદ રૂપ થયા છે તેમને ઘણા બધા ધાર્મિક અને સામાજીક કાર્યો માં અતિથી મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે.

સોનિયા સાખલા સોશિયલ મીડિયા માં ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, પોતાના ફોટો અને વીડિઓ મૂકી તેમના ચાહકો ના દીવાના બન્યા છે, તેમને સારું જમવાનો ખુબ શોખ છે.અને તેમણે ટ્રાવેલિંગનો ખુબ જ શૌખ છે તેઓ જણાંવે છે કે આઉટ ઓફ કંટ્રી જવા ખુબ જ ઇરછુક છે ,મ્યુઝીક અને નવું નવું શીખવાનો શોખ છે.તેઓ શિવ ભક્ત છે અને દરેક ધાર્મિક કાર્યો માં અગ્રસર છે

સોનિયા સાખલા દરેક કાર્ય ની શરૂવાત માં તેમના ઇષ્ટ દેવ અને માતાજી ને શીશ નમાવી વંદન કરી અને માતા પિતા ના આશીર્વાદ મેળવી દરેક કાર્ય ની શરૂવાત કરે છે

તેમના દરેક કાર્ય માં સચોટ અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે એટલે તેમને તેમના બધા કાર્ય માં પ્રસિદ્ધિ મેળવી છે

આવનાર દિવસોમાં તેમનું એવું સપનું છે હું મારા માટે અને બીજા માટે સારું કાર્ય કરીશ. અને મારી કોઈ પણ આવક માં હું સામાજીક કાર્ય અને જરૂિયાતમંદોને મદદ કરીશ.અને નાના બાળકો ને અભ્યાસ માં મદદ કરીશ અને નાના વર્ગ અને પછાત વિસ્તાર માં મારા થી બનતી મદદ કરીશ.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *