BhavnagarBreakingcrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો રોકડ રૂ.૨૩,૫૦૦/-તથા ગંજીપત્તાના પાના સહિત કુલ કિં.રૂ.૨૩,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો જુગાર રમતા કુલ-૦૮ માણસોને ઝડપી લીધાં.

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ આગામી લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૧/૦૪/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ.બાબાભાઇ હરકટ તથા પો.કો. એજાજખાન પઠાણને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,ઘોઘા રોડ,શીતળામાતાના મંદિર સામે,સ્વપ્ન સુંદર સોસાયટી અને એરપોર્ટની દિવાલ વચ્ચે,આંગણવાડીની પાસે જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. રાકેશ ઉર્ફે રાહુલ છનાભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ રહે. શેરી નં.૦૩,રામદેવનગર,શીતળામાતાના મંદિર સામે,ઘોઘા રોડ,ભાવનગર
2. પ્રકાશભાઇ રાણાભાઇ જાંબુચા ઉ.વ.૩૭ રહે.શેરી નં.૦૪,મારૂતિનગર,શીતળામાતાના મંદિર સામે,ઘોઘા રોડ,ભાવનગર
3. રાજેન્દ્રસિંહ હેમંતસિંહ જાડેજા ઉ.વ.૪૨ રહે.મહિપતસિંહ ગોહિલની દુકાન સામે,બાપુનગર,શીતળામાતાના મંદિર સામે,ઘોઘા રોડ,ભાવનગર
4. કિશોરભા ઘુઘાભાઇ પરમાર ઉ.વ.૪૫ રહે.પ્લોટ નં.૭૮,એકલવ્ય સોસાયટી,કપીલા હનુમાન પાછળ,ઘોઘા રોડ,ભાવનગર
5. મનોજભાઇ રાજેશભાઇ બાંભણીયા ઉ.વ.૨૫ રહે.મફતનગર,રાજારામના અવેડાવાળો ખાંચો,ઘોઘા રોડ,ભાવનગર
6. નિકુલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે.મેલડી માતાના મંદિર સામે,૫૦ વારીયા,રાજારામના અવેડાવાળો ખાંચો,ઘોઘા રોડ,ભાવનગર
7. મેહુલભાઇ હિંમતભાઇ કંટારીયા ઉ.વ.૨૩ રહે.શેરી નં.૪,રામનગર,શીતળા માતાના મંદિર સામે,ઘોઘા રોડ,ભાવનગર
8. હરેશ ઉર્ફે ભૈલુ ધનજીભાઇ બારૈયા ઉ.વ.૪૪ રહે.રામદેવ પેટ્રોલ પંપની પાછળ,ઘોઘા રોડ,શિવાજી સર્કલ,ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૨૩,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૨૩,૫૦૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,મહેન્દ્રભાઇ ચૌહાણ,સંજયભાઇ ચુડાસમા,એજાજખાન પઠાણ,કેવલભાઇ સાંગા,અનિલભાઇ સોલંકી જોડાયાં હતાં.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *