BhavnagarBreakingGujaratHealthPolitical

તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિમાં ઉંચડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન.બહોળી સંખ્યામાં ગ્રામજનો એ હાજર રહી યોજનાઓ નો લાભ મેળવ્યો.

Spread the love

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના ઉંચડી ગામે રથનું આગમન થયું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાઈને ભારતના છેવાડાના ગામડાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી,પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી.

આ પ્રસંગે ઉંચડીના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શનની સાથોસાથ ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જિલોવા,પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડા,આગેવાન શ્રી આર. સી.મકવાણા,શ્રી વિક્રમભાઈ ડાભી,શ્રી રાજુભાઈ ફાળકી,શ્રી રાણાભાઇ સોલંકી  સહિતના જનપ્રતિનિધિઓ,આગેવાનો,સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *