શરીરે માત્ર સફેદ ચાદર ઓઢી કપલે ચા ના બગીચા માં કર્યા બોલ્ડ પ્રિ-વેડિંગ ફોટોશૂટ લોકો એ કહ્યું કે, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારતમાં ખાસ કરીને હાલ લગ્નની સિઝન શરૂ હોય લગ્નના અનેક ફોટાઓ અને વિડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવતા હોય છે. ખાસ કરીને હવે લગ્ન હોય એટલે પ્રી વેડિંગ ફોટોશૂટ દ્વારા કપલ પોતાના લગ્ન ને યાદગાર બનાવતા હોય છે. લોકો અવનવી રીતે પ્રી-વેડિંગ ફોટો શૂટ કરતા હોય છે.
પરંતુ હાલમાં એક એવા પ્રી વેડિંગ ફોટોશૂટની તસવીરો સામે આવી છે કે જેને જોઈને તમારું લોહી ઉકળી જશે. વાત કરવામાં આવે તો કેરળના એક કપલ જેણે પોતાના લગ્ન અગાઉ પ્રિવેડિંગ ફોટોશૂટ માટે એવી સ્ટાઈલ પસંદ કરી કે જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. વાસ્તવમાં આ કપલ મૂળ કેરળનું છે. જેમાં ઋષિ કાર્તિકેયન અને તેની પત્ની લક્ષ્મી એ 16 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. આ અગાઉ બંને જણા ચા ના ખેતરમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા માટે ગયા હતા.
જેમાં તે લોકોએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાયા હતા. જેમાં જોવા મળે છે તેમ બંને લોકો ચા ના બગીચામાં છે અને તેના શરીર ઉપર કોઈ જ કપડા પહેરેલા નથી માત્ર શરીરને એક સફેદ ચાદરથી ઢાંકી રાખ્યું છે અને એકબીજા સાથે રોમાન્સ કરતા ફોટોશૂટ કરાવી રહ્યા છે. ચા ના બગીચા ઉપરાંત તળાવ અને અન્ય જગ્યાઓએ પણ માત્ર શરીર ઉપર સફેદ ચાદર ઢાંકીને ખૂબ જ બોલ્ડ ફોટો શૂટ કરાવ્યા છે.
આ ફોટોશૂટ જોઈને સોશિયલ મીડિયામાં જોવા વાળા લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ ફોટોશૂટ જોઈને કપલ ને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક લોકોને આ ફોટોશૂટ પસંદ આવી રહી છે. આવા બોલ્ડ ફોટોશૂટ જોઈને અમુક લોકો કહે છે કે સમાજમાં આને લીધે અલગ અને ખરાબ સંદેશ પહોંચે છે. આમ હાલમાં લગ્ન બાબતે આવા અનેક ફોટોશૂટ સામે આવતા હોય છે પરંતુ આ ફોટોશૂટને જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.