Gujarat

પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્ર સાર્થક થતું જણાય રહ્યું છે રાજુલામાં

Spread the love

થોડા સમય પહેલા જ નવા આવેલા પી.આઇ. ઇન્દુબા ગીડા જ્યારથી થી રાજુલા પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી આજ સુધી રાજુલા સલામત અને સુરક્ષિત જણાઈ રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ટ્રાફિકની સમસ્યા જે હલ કરવામાં રાજુલા પીઆઇ સાહેબના માર્ગદર્શનમાં રાજુલા પોલીસ ને ઘણા ભાગે સફળતા મળેલ છે.

જેના કારણે લોકોમાં પોલીસની ડ્યુટી પ્રત્યે ઘણો જ માન અને આદર ભાવ જોવા મળી રહ્યો છે. પી.આઇ સાહેબ પોલીસ પરિવાર સાથે પણ કુટુંબ ભાવના અને ટીમ ભાવના તેમજ લોકો પ્રત્યે સુરક્ષા સાથે સેવા નું ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. જેના કારણે આમ જનતા પણ પોલીસની સરાહના કરી રહી છે.

ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકો સાથે થતા વ્યવહારો કારણે પોલીસ દ્વારા થતા સારા કામોને પણ ઝાંખપ લાગે છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. રાજુલા પી.આઇ. સાહેબ અને રાજુલા પોલીસનો પ્રજા સાથેનો મૈત્રી પૂર્ણ વ્યવહાર ના કારણે પોલીસ પ્રજા ના મિત્ર છે તે સૂત્ર સાર્થક બની રહ્યું છે

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ગુનાખોરીની ઘટનાઓ કાંઈ પણ કપરા સમયમાં પોલીસ હંમેશા પ્રજા ની મદદમાં રહે છે એટલે જ તો રાજુલાની જનતા આદર અને સન્માનની નજરે જુએ છે. પણ પૃથ્વી ઉપર ભગવાને ઘણા એવા લોકોને પણ મોકલ્યા છે. કે જેઓ સારું કાર્ય થતું હોય ત્યાં પણ નાકમાં સળી ભરાવીને ચીક ખાય અપશુકન કરાવવાની આદત ધરાવતા હોય છે.

અજીર્ણ તાવ આવતો હોય એને ગોળ પણ કડવો જ લાગવાનો પરંતુ હકીકતમાં ગળું કડવું થઈ ગયું હોય છે જેના કારણે તેમ નો કહેવાય ગોળ કડવો છે ગોળ તો ગળ્યો જ હોય છે મોટો વિસ્તાર હોય નાની ઘટનાઓ તો બનતી જ હોય છે વિચાર પોઝિટિવ રાખો Best of luck Rajula p.i Saheb and Rajula police


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *