ખાંભા તાલુકાના નીગાળા ગામે કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
ખાંભા તાલુકાના નીગાળા ગામે કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
ખાંભા તાલુકાના નીગાળા ગામે વર્ષો પુરાણું અને શિયાળ પરિવારના કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું બાંધકામ નવ નિર્માણ કરવામાં આવનાર હોઈ જેના ભાગરૂપે આજે સમસ્ત શિયાળ પરિવાર દ્વારા ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણે વસતા તમામ શિયાળ પરિવાર માતાજીના નેજા હેઠળ સાથ સહકારથી જોડાઈ અને મંદિર નિર્માણમાં તન મન ધનથી સહકાર આપી ભગીરથ કાર્યમાં જોડાઈ અને આ મંદિર આસ્થાના કેન્દ્ર સાથે એકતાનું કેન્દ્ર બને એવું શિયાળ પરિવારના આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ખાત મુહૂર્ત બાદ પરિવારના આગેવાનો દ્વારા પ્રવશન આપવામાં આવ્યું હતું.સમગ્ર શિયાળ પરિવાર દ્વારા ખોડીયાર માતાજીની લાપસીના મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાજાભાઈ શિયાળ, બીજલભાઈ શિયાળ,
વિક્રમભાઈ શિયાળ, દાનાભાઇ શિયાળ, વલ્લભભાઈ શિયાળ, ડાયાભાઇ શિયાળ, વિનુભાઈ શિયાળ, કાંતિભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ, કાળુભાઈ શિયાળ,
રાકેશભાઈ શિયાળ,હસમુખભાઈ શિયાળ પત્રકાર,તેમજ વિવિધ ગામોમાંથી વડીલો ,યુવાનો ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.