આજરોજ શ્રી નવાગામ (નાના) પ્રાથમિક શાળા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ..
આજરોજ શ્રી નવાગામ (નાના) પ્રાથમિક શાળા ખાતે “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
અંતર્ગત બાલવાટીકામાં નવા પ્રવેશપાત્ર બાળકોનો તથા આંગણવાડીમાં નવા પ્રવેશપાત્ર ભૂલકાઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય અધિકારી શ્રી મામલતદાર સાહેબ અને લાયજન અધિકારી શ્રી ભટ્ટ સાહેબ, જિ. પં. સદસ્ય ડી. સી. ગોહિલ, નવાગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી પરાક્રમસિંહ ગોહિલ, ફોરેસ્ટ વિભાગમાંથી શ્રી કવિતાબેન પનોત, શાળાના આચાર્ય શ્રી,શાળાનાં એસ.એમ.સી. અધ્યક્ષ, એસ.એમ.સી.ના સભ્યો, શાળાનો સ્ટાફગણ, આંગણવાડી કાર્યકરો, અને બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સૌથી પહેલા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તથા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ મુખ્ય અધિકારી અને લાયજન અધિકારી દ્વારા નવા બાળકોનો પ્રવેશ કરાવી સાથે તેજસ્વી બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.
દાતાશ્રી વિરાટ એગ્રો (રાજપરા) દ્વારા બાળકોને કીટ આપવામાં આવી તથા સંજયસિંહ ગોહિલ દ્વારા સમગ્ર શાળાના બાળકોને પેડ-ફુલસ્કેપ ચોપડો, પેન-પેન્સિલ આપવામાં આવ્યું હતું અને મનહરગીરી ગૌસ્વામી દ્વારા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુખ્ય અધિકારી અને લાયજન અધિકારી દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અંતમાં તમામ સભ્યોએ મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.