આજરોજ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા નાના ગોપનાથ મહાદેવ નાં મંદીર ખાતે ટ્રસ્ટી મંડળ ની સાધારણ સભા મળેલ.
આજરોજ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા નાના ગોપનાથ મહાદેવ નાં મંદીર ખાતે ટ્રસ્ટી મંડળ ની સાધારણ સભા મળેલ. જેમાં સ્થાનિક આજુબાજુ ના ગામનાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
આ સભા માં તળાજા તાલુકાના મામલતદાર અને બીજાં ટ્રસ્ટી ઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકો એ ત્યાંના સ્થાનિક ટ્રસ્ટી સીવાય નાં અન્ય બહાર ગામનાં ટ્રસ્ટી ઓ નો વિરોધ કર્યો હતો.
કહેવાય છે કે આ મંદીર ને ભાવનગર મહારાજા શ્રી એ જમીન આપેલ જેનાં તમામ વહીવટ માં ગેરરીતિ થવા ની હોય તેવી આશંકા એ ગ્રામજનો એ વિરોધ કરેલ અને બહાર નાં જે ટ્રસ્ટી ઓ છે તેમને ટ્રસ્ટી મંડળ માંથી બહાર કાઢી નાખવા ની માંગ કરેલ.
જય ગોપનાથ નાના ગોપનાથ અલંગ મણાર આજ રોજ તારીખ 4/9/23 સોમવાર અલંગ મણાર ગામજનો ભાઈ ઓ બહેનો અને સ્થાનિક આગેવાનો દ્વારા અલંગ નાના ગોપનાથ મહાદેવ ની જગ્યાએ એકઠા થયા છે અને થોડા સમય પહેલાં ગોપનાથ મહાદેવ ની જગ્યા પર અમુક લોકો દ્વારા ટ્રસ્ટ બનાવી ને જગ્યા નો કબજો કરવાના ઈરાદે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તો તેમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે