ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા પધાર્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા પધાર્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ
ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, એરફોર્સના એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિશ્રી અને તેમનાં ધર્મપત્નીને આવકાર્યા હતા.