EntertainmentIndia

શું લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી આ કિંગ, સુલતાન બોલિવુડમાં રહેશે ત્યાં સુધી હિન્દી ફિલ્મો………

Spread the love

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલમથી વધારે ચર્ચામાં આવેલા વિવેક અગ્નિહોત્રીએ બોલિવુડના સુપરસ્ટાર ગણાતા શાહરૂખ ખાન અને સલામાન ખાન સામે નિશાન સાધ્યું છે. જો કે તેમણે નામ લીધા વગર કહ્યું છે કે જ્યાં સુધી આ કિંગ, સુલતાન બોલિવુડમાં રહેશે ત્યાં સુધી હિન્દી ફિલ્મો ડુબતી રહેશે. કોરોના મહામારીએ આખી દુનિયાની દશા- દિશા બદલી નાખી છે તેમાં બોલિવુડ પણ બાકાત નથી. કોરોના મહામારી પછી દર્શકોનો ટેસ્ટ પણ બદલાઇ ગયો છે તેમાં અનેક ફિલ્મો પિટાઇ ગઇ છે.

વર્ષ 2022ના છેલ્લા છ મહિના બોલિવુડ માટે ખૂબ જ ઉતાર-ચઢાવના રહ્યા. વર્ષની શરૂઆતમાં, ફિલ્મ ઉદ્યોગ એ હકીકતની ઉજવણી કરી રહ્યો હતો કે આખરે બે વર્ષ પછી સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ખુલ્યા છે. પરંતુ ફિલ્મ ઉદ્યોગને ત્યારે ખ્યાલ પણ ન હતો કે આ બે વર્ષમાં સિનેમા જોનારા દર્શકોનો ટેસ્ટ સાવ બદલાઈ ગયો છે. આ જ કારણ હતું કે કોરોના મહામારી બાદ વર્ષ 2022માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ બધાઈ દો ફ્લોપ થઈ હતી.

બીજી તરફ, આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી અપેક્ષા મુજબ કલેક્શન કરી શકી નહોતી. હા, ફિલ્મ હિટ રહી હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મને એટલી હાઇપ મળી શકી નથી જેટલી કોરોના પીરિયડ પહેલા મળી હતી. ત્યારપછી 32 વર્ષ જૂની વાર્તા ધ કાશ્મીર ફાઇલ્સ આવી. કાશ્મીરી પંડિતોના નરસંહારની આ ઘટનાએ બોક્સ ઓફિસ પર તો ખળભળાટ મચાવ્યો હતો પરંતુ દેશના લોકોને ભાવુક પણ કરી દીધા હતા.

 

આ એકમાત્ર બોલિવુડ ફિલ્મ છે જેણે IMDbની ટોપ 5 ફેવરિટ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ જ કારણ છે કે ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલમનું ઉદાહરણ આપીને બોલિવુડ અભિનેતાઓ સલમાન ખાન અને શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. અગ્નિહોત્રીએ તેમના નામ લીધા વગર બોલિવુડના ડુબવાનું કારણ જણાવ્યું છે.

દિગ્દર્શકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વીટ કર્યું અને લખ્યું, જ્યાં સુધી આ કિંગ, બાદશાહ અને સુલતાન બોલિવુડમાં રહેશે ત્યાં સુધી હિન્દી સિનેમા ડૂબતું રહેશે. જો તમે લોકોની વાર્તાના સહારે તેને પીપલ્સ ઈન્ડસ્ટ્રી બનાવશો તો જ તે વૈશ્વિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નેતૃત્વ કરી શકશે. આ એક હકીકત છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *